સુચના
૧. ભગવાનને બહુમાન પૂર્વક લાવવા અને પાછા મૂકવાની વ્યવસ્થા અરજી કરનારે કરવાની રહેશે. અને તેનો ખચૅ પણ તમારે આપવાનો રહેશે.
૨. ભગવાનને તમારા પાસ કરેલા પ્રસંગ સિવાય બીજા કોઈના પ્રસંગમાં કે બીજી જગ્યાએ મોકલી શકશો નહીં.
૩. ભગવાન ની નિશ્રા તમોને ફાઈનલ કયૉ પછી પણ સંજોગો વસાત શ્રી વારાહી જૈન સંઘ તેમા ફેરફાર કરી શકશે અને તેમાં તમારે સહયોગ આપવાનો રહેશે.
૪. ભગવાન પર ડાયરેક્ટ વરખ કે આંગી કરી શકાશે નહીં. કોઈ કેમીકલ વાળા પદાર્થથી અભિષેક પણ થશે નહીં.
૫. ભગવાન ની પ્રતીમા માં તમે કોઈ ફેરફાર કરી શકશો નહીં .
૬. સાથે રાખેલ પૂજારીની સુચનાનો તમારે અમલ કરવાનો રહેશે.
૭. પૂજારી ને રોજના રૂ. ૭૦૦/- તમારે આપવાના રહેશે.
૮. સાથે આપેલી પેટી, થાળો, ભગવાની ચાંદીની આગી તથા સાથે આપેલા મુગટ ને નુકશાન થશે તો તેનો રીપેરીંગ અથવા નવા બનાવવાનો ખચૅ તમારે આપવાનો રહેશે.
૯. ભગવાન સાથે આપેલ વસ્તુ જોઇ મેળવી લેવી. અને પાછા આપો ત્યારે પણ તમારે મેળવી નેજ આપવી કોઈ ફેરફાર થશે તો તેની જવાબદારી તમારી રહેશે.
૧૦. તમારા કાર્યક્રમ મા ફેરફાર થાય કે કેન્સલ થાય તો અમને તાત્કાલિક જણાવવું જેથી બીજાને તે સમય નો લાભ મળે.
૧૧. ભગવાન લેવા આવવાના હોય તે વ્યક્તિ નો ફોટો, આધારકાર્ડ, મો. નં. અને ગાડી નો નંબરમોકલવો.
૧૨. પર્યુષણ પહેલા મોકલેલી હશે તેજ અરજી ધ્યાનમાં લેવામા લેવામાં આવશે.
૧૩. અમારી ઉપરોક્ત સુચનામાં કોઈ પણ ફેરફાર હશે તો તમારા કાર્યક્રમ માથી વચ્ચેથી પણ ભગવાન પાછા શ્રી વારાહી જૈન સંઘ લઇ શકશે.
૧૪. ઈવેન્ટ મેનેજમેન્ટ વાળાની એપ્લિકેશન ધ્યાનમાં લેવામા આવશે નહીં. તમારા સંઘ અથવા તમારા પર્સનલ લેટર નેજ સાથે એટેચ કરવો.
૧૫. ભગવાન ને કોઈના પણ ધરે લઈ જવાશે નહીં.
૧૬. સંઘ માં વિહાર વખતે ભગવાન ને રથ માં આંગી કે મુગટ કે ખોખું ચડાવવું નહિ.
૧૭. શક્રસ્તવ કોઈ પણ સંજોગો માં થશે નહિ.
૧૮. છ'રી પાલિત સંઘ, પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપધાન, ચોમાસા માં, આચાર્ય પદવી, સંઘમાં સામુહિક માસક્ષમણ ના પચ્ચખાણ ઉચ્ચારણ વખતે. ઉપરોક્ત પ્રસંગ સિવાય કોઈ અરજી કરવી નહીં. અરજી કરેલી હશે તો કેન્સલ થશે.
૧૯. ભગવાન ની નિશ્રા નિમિતે કોઈ નકરો રાખેલ નથી. સ્વેચ્છાએ આપ કોઈ પણ ખાતા માં દાન શ્રી વારાહી જૈન સંઘ માં આપી શકશો.